Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

એલિયન જેવો દેખાતો આ બિલાડો સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે

દરેક માને તેનું બાળક સુંદર જ લાગે પછી ભલેને તે ગમે એટલું કદરૂપું કે ડરામણું હોય. સ્વિત્ઝરલેન્ડના જોર્ડન નામના છ વર્ષના આ બિલાડાના શરીર પર સમખાવા પૂરતીયે રૂવાંટી નથી અને માથાથી પગ પરની ત્વચા પર એટલી બધી કરચલીઓ છે કે એ ખૂબ કદરૂપો દેખાય છે. પરિણામે સોશ્યલ મીડિયા પર એની તુલના કેટરપિલર, એલિયન, મગર અને ચાઇનીઝ ડમ્પલિંગ સાથે કરાય છે.ઙ્ગ જોકે જોર્ડનના માલિકને મન એ જરાય કદરૂપો નથી અને તે પોતાના બિલાડા સાથે શોપિંગ કરવા જાય છે. જોર્ડનને પેડિકયોર પણ કરાવવા લઈ જાય છે. વાળ ન હોવા છતાં જોર્ડનને બ્રશિંગ કરાવવું ખૂબ જ ગમે છે. ચહેરા પરની કરચલીઓને કારણે એ હંમેશાં જાણે ગુસ્સામાં હોય એમ જણાય છે, પણ તેની માલિક ૪૭ વર્ષની સેન્ડ્રા ફિલિપીના મતે એ ખૂબ જ પ્રેમાળ અને એકિટવ બિલાડો છે જેને વાતો કરવી અને ઊંઘવું સોથી વધુ પસંદ છે. અનેક લોકોને પહેલી નજરે જોર્ડનથી ડર લાગી શકે છે, પણ ટૂંક સમયમાં જ તે તેની સાથે મિત્રતા કરી લે છે. અન્ય સ્પિંકસ બિલાડીની જેમ જ જોર્ડનને પણ તંદુરસ્ત અને ખુશમિજાજ રહેવા માટે સંભાળ રાખવાની જરૂર પડે છે.

(3:29 pm IST)