Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

૧૧૦૦ ફુટ ઊંચો ઓબ્ઝર્વેશન ડેક, જયાંથી ન્યુયોર્ક સિટીનો પેનોરમિક વ્યુ જોવા મળશે

ન્યુયોર્ક તા. ૧૨ : પચીસ અબજ ડોલરના ખર્ચે બંધાયેલા ન્યુ યોર્કના હડસન યાડ્ર્ સ ટાવરમાં ફાઇનલી લોકોને ૧૧૦૦ ફુટ ઊંચા પ્લેટફોર્મ પરથી ન્યુ યોર્ક સિટીનો પેનોરમિક વ્યુ મળશે. હડસન યાર્ડના ટ્વિટર અકાઉન્ટમાં થયેલા દાવા મુજબ પશ્યિમી દેશોમાં એ સૌથી ઊંચું મેન મેઇડ વ્યુઇન્ગ પ્લેટફોર્મ છે. હડસન યાડ્ર્ સ બિલ્ડિંગની ટોચ પરના ત્રિકોણ પ્લેટફોર્મનું તળિયું ટ્રાન્સપરન્ટ ગ્લાસથી બનેલું છે. ૧૧૦૦ ફુટ ઊંચે કાચની સપાટી પર ઊભા રહીને નીચે જોવાની થ્રિલ પણ માણવા જેવી છે.

અહીં પુખ્ત વિઝિટર્સ માટે ૩૬ ડોલર એટલે કે અંદાજે ૨૬૫૨ રૂપિયાની ટિકિટ છે. એની જોડે પર્સનલાઇઝડ બુક અને શેમ્પેનનો એક ગ્લાસ મળશે. છથી બાર વર્ષ સુધીની ઉંમરનાં બાળકોની ટિકિટ ૩૧ ડોલર એટલે કે અંદાજે ૨૨૮૪ રૂપિયાની છે. સહેલાણીઓ માટે રોજ બપોરે એક વાગ્યાથી રાતે સાડાનવ વાગ્યા સુધી આ પ્લેટફોર્મ ખુલ્લું રહેશે. ત્યાર પછી બુધવારે રાતે ૧૧ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી ન્યુ યોર્ક સિટીને નિહાળી શકાશે.

હડસન યાર્ડ ૧૮૦ લાખ ચોરસફુટનો વિશાળ કોમ્પ્લેકસ છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના રિબિલ્ડિંગ પછીનો સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ છે. હડસન નદીની પાસેના ૨૮ એકરના મિની સિટીના આ પ્રોજેકટનો અડધો ભાગ ગયા વર્ષે પૂરો થયો હતો. બાકીનો ભાગ ૨૦૨૫ સુધીમાં પૂરો થશે. પ્રોજેકટ પૂરો થાય ત્યારે એમાં ઘર અને ઓફિસો ધરાવતા ૧૬ ટાવર, એક હોટેલ, એક સ્કૂલ, એક પફાર્િેર્મંગ આર્ટ સેન્ટર અને એક શોપિંગ મોલ પણ હશે. આઠમા માળે પહોંચ્યા પછી ગોળાકારમાં ચાલવાનો એકાદ માઇલ જેટલો રસ્તો પણ બનાવાયો છે.

(3:29 pm IST)