Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

નદી કિનારેથી મળી આવ્યા કપાયેલા ૫૪ માનવ હાથ

રશિયામાં થયેલી આ ઘટનાના કારણે સમગ્ર દુનિયા ચોંકી ઉઠી છે

મોસ્કો તા. ૧૨ : રશિયામાં નદી કિનારે લાવારિસ બેગમાંથી ૫૪ કપાયેલા માનવીના હાથની જોડ મળી આવી છે. સાઈબેરિયા વિસ્તારમાં આવેલ શહેરની અમૂર નદીના કિનારે એક માછીમારને એક લાવારિસ બેગ મળી હતી, જયારે તેણે તે બેગને ખોલીને જોયુ તો તે અચંબામાં મૂકાઈ ગયો. તે બેગમાં ૫૪ કપાયેલા માણસના હાથ મૂકેલા હતા.

રશિયામાં થયેલી આ ઘટનાના કારણે સમગ્ર દુનિયા ચોંકી ઉઠી છે. આ બાબતે અત્યાર સુધી કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી. જે નદીના કિનારે કપાયેલા હાથોથી ભરેલી બેગ મળી તે એક ફેમસ ફિશિંગ સ્પોટ છે. લોકો વારંવાર અહીં માછલીઓ પકડવા માટે આવે છે. નદી અથવા આસપાસના વિસ્તારમાં આવી કોઈ પણ ઘટનાના પુરાવા મળ્યા નથી, જે આનો ઉકેલ લાવી શકે.

૫૪ કપાયેલા હાથોનું મળવુ પોલીસ માટે પણ અઘરું બનતુ જઈ રહ્યું છે કે આખરે આ આ હાથ આવ્યા કયાંથી અને કોણ જવાબદાર છે? હાલ પોલીસે આ ગુત્થીનો ઉકેલ લાવવા માટે બેગ સહિત હાથોને જપ્ત કરીને ફોરેન્સિક એકસપર્ટની પાસે મોકલી દીધા છે. અનુમાન છે કે ફિંગરપ્રિન્ટસની મદદથી ઘટનાના શિકાર લોકો અને અન્ય જોડાયેલા લોકો પાસેથી સવાલોના જવાબ મળી શકે છે.

(11:46 am IST)