Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

સ્ટેજ પર જ ખૂલી ગયો આ એકટ્રેસનો આખો ડ્રેસ

પફોર્મન્સ પર ન થવા દીધી અસર

ફેમસ ટીવી સ્ટાર સોનજા મોર્ગન ઘણા સમયથી ચર્ચામાં છે. તે હાલમાં જ વોર્ડરોબ મોલફંકશનનો શિકાર બની હતી. ત્યારથી તે સતત ચર્ચામાં છે. હાલમાં જ સ્ટેજ પર પર્ફોર્મન્સ દરમિયાન ૫૪ વર્ષની સોનજાનો ડ્રેસ આખેઆખો ખૂલી ગયો હતો.

'રિયલ હાઉસવાઇવ્ઝ ઓફ ન્યૂ યોર્ક સિટી'ફેમ ટીવી સ્ટાર સોનજા મોર્ગન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તેનો વોર્ડરોબ મોલફંકશનની ચર્ચા ચારેકોર છે. જે સમયે આ ઘટના બની તે સમયે સ્ટેજ પર તેની કો-સ્ટાર લૂન ડી લેસ્પ પણ તેની સાથે હતી. બંને તેમનાં હિટ સોંગ 'મની કાન્ટ બાય યુ કલાસ'ગાવાની સાથે ડાન્સ પણ કરી રહ્યાં હતાં.

આ દરમિયાન સ્ટેજ પર સોનજા હાથમાં માઇક પકડી જોર જોરથી નાચી રહી હતી. તેણે પિંક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. અચાનક નાચતાં નાચતાં તેનો ડ્રેસ ખૂલી ગયો અને તેનું આખું શરીર દેખાઈ ગયું.

તેણે ડ્રેસની અંદર માત્ર કાળા રંગની પેન્ટી જ પહેરી હતી. ખાસ વાત એ છે કે, તેણે ડ્રેસ ખૂલી ગયો હોવા છતાં ગીત ગાવાનું ન છોડ્યું. થોડી વારમાં ઓડિયન્સમાંથી એક યુવતીએ તેનો ડ્રેસ બાંધવાની કોશિશ કરી, પરંતુ તે ફરી ખૂલી ગયો. બાદમાં સોનજા ડ્રેસને બરાબર બાંધતા નજરે પડી.

બીજી તરફ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકોએ કોમેન્ટ કરી છે કે, તેણે તેનાં કપડાં પર ધ્યાન આપવું જોઈતું હતું. લોકોનું માનવું છે કે, તેણે મેચિંગ ઇનરવિયર પહેરવો જોઈએ. તો કેટલાક કહે છે કે, આ તેણે જાણીજોઈને કર્યું હતું. જો અચાનક આવું થયું હોય તો તેનો હાવભાવ આવો ન હોત.

(10:22 am IST)