Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અજાણ્યા બંદૂકધારીઓનો હુમલો

નવી દિલ્હી:અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અજાણ્યા બંદૂકધારીઓએ યુએનના કાફલા પર હુમલો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે કે હુમલામાં પાંચ સુરક્ષાકર્મીઓના મોત નિપજ્યા છે. અફઘાનિસ્તાનના આંતરિક મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલો કાબુલની નજીક કરવામાં આવ્યો છે એવી પણ સંભાવના જણાઈ રહી છે કે હુમલા પાછળ તાલિબાનનો હાથ છે. પરંતુ તાલિબાનના પ્રવક્તાનું કહેવું છે કે તેમનું હુમલા સાથે કોઈ લેવા દેવા નથી.

       અફઘાનિસ્તાનમાં યુએન મિશનની તરફથી ટ્વીટર કરીને પણ જણાવવામાં આવ્યું છે કે યુએન પરિવાર અફઘાનિસ્તાનમાં મારવામાં આવેલ પાંચ અફઘાનીઓની મૃત્યુની પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. ઉલ્લેખનીય છે કે તાલિબાને વોશિંગટનની સાથે સૈનિકોને પણ હટાવવા માટેની એક ડીલ કરી હતી.

(5:39 pm IST)