Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

0અનોખી ઘટના....... સમુદ્ર કિનારે ફસાયેલ ચાર લોકો 32 દિવસ સુધી નારિયેળ અને વરસાદનું પાણી પી ને જીવિત રહ્યા

નવી દિલ્હી:સમુદ્રના કોઈ પણ દ્વીપ પર ફસાઈ જવું અને દૂર દૂર સુધી કોઈ પણ નજર ન આવે તેમજ મદદ માટે પણ કોઈ ન હોય અને ખાવા માટે પણ કશું ન મળે તે પરિસ્થિતિ ખુબજ કઠિન હોય છે પરંતુ આ બધી પરિસ્થિતિ વચ્ચે ચાર લોકો 32 દિવસ સુધી પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા અને તેમાં તે સફળ રહ્યા છે.

           મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ન્યુઝીલેન્ડમાં ચાર લોકો સમુદ્ર દ્વીપમાં ખોવાય ગયા હતા અને તેમને નારિયેળ ખાઈને તેમજ વરસાદનું પાણી પાઈને મહિના સુધી પોતાનો જીવ બચાવ્યો હતો આ સાથે આંઠ લોકો આ રીતે જીવ પણ ગુમાવી ચુક્યા છે અને તેમાં એક બાળકનો પણ સમાવેશ થઇ રહ્યો છે. આ લોકોનું સમૂહ પાપુઆ ન્યુ ગિનીના બોગનવિલે પ્રાંતથી આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:52 pm IST)