Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ઓમીક્રોન સામે 70થિ 75 ટકા સુધીનું રક્ષણ પૂરું પડશે બુસ્ટર ડોઝ

નવી દિલ્હી  : બૂસ્ટર ડોઝ ઓમિક્રોન સામે 70-75 % સુધીનું રક્ષણ પૂરું પાડશેકોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન વેક્સિનેટ લોકોને પણ સંક્રમિત કરી રહ્યું છે. લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ત્રીજા બૂસ્ટર ડોઝ પર પણ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) એ શુક્રવારે જણાવ્યું હતું કે કોવિડ-19 રસીની ત્રીજી બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટના રોગનિવારક ચેપ સામે 70-75 ટકા સુરક્ષા પ્રદાન કરી શકે છે. આરોગ્ય એજન્સીએ કહ્યું કે ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકા અને ફાઈઝર/બાયોએન્ડટેક રસીના બંને ડોઝ જેનો ભારતમાં કોવિશિલ્ડ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓમિક્રોન સામે ઓછું રક્ષણ પૂરું પાડે છે. જો કે રસીનો ત્રીજો બૂસ્ટર ડોઝ નવા પ્રકાર સામે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ દાવાઓ 581 ઓમિક્રોન સંક્રમિત કેસોના ડેટાના વિશ્લેષણ પર આધારિત છે. UKHSAને કહેવા મુજબ, એવું અનુમાન છે કે જો વર્તમાન સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય, તો આ મહિનાના અંત સુધીમાં બ્રિટનમાં ચેપના કેસ 10 લાખને પાર કરી જશે. પ્રારંભિક ડેટા સૂચવે છે કે બૂસ્ટર ડોઝ નવા પ્રકાર સામે 70-75 ટકા સુધીનું રક્ષણ પૂરું પાડી શકે છે. જો કે આ આંકડા તદ્દન નવા છે. તેથી અંદાજમાં ફેરફારની શક્યતા છે. નિષ્ણાતોએ કહ્યું કે કોવિડ -19 ની ગંભીરતા સામે રસી હજુ પણ વધુ સારી રીતે બચાવ બની શકે છે. જે હોસ્પિટલોમાં સારવાર માટે જરૂરી છે.

 

(5:56 pm IST)