Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

૧૦૭ વર્ષના દુનિયાના સોથી વયસ્ક નાઇ હજીયે રિટાયર થવા નથી માંગતા

ન્યુયોર્ક તા ૧૧ : અમેરિકાના ન્યુ યોર્કમાં એક બાર્બર શોપમાં એન્યની મેાસિલોની નામના ભાઇ બપોરે બારથી રાતના આઠ વાગ્યા સુધી કામ કરે છે. આઠ કલાક કામ કરવું એમાં ખાસ શું છે ? ખાસ એ છે કે આ ભાઇની ઉમર ૧૦૭ વર્ષની છે અને હજીયે તેઓ રિટાયર થવા નથી માગતા. હેરસ્ટાઇલિસ્ટ એન્થની વીકમાં પાંચ દિવસ કામ કરે છે અને બાર્બર શોપમાં કામ કરવાની સેન્ચુરી પુરી કરી ચૂકયા છે. વિશ્વયુદ્ધમાં ભાગ લઇ ચુકેલા એન્થનીએ ૨૦૦૭ માં ગિનેશ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ દર્જ કરાવી લીધું છે. વાળ કાપવાના કામથી તેમને કદી કંટાળો નથી આવતો. એન્થની દરેક ઉંમરની વ્યકિતના વાળ કાપવામાં માહેર છે. નવી જનરેશનના છોકરાઓને જેવી સ્ટાઇલ પસંદ છે એવી હેરકટ અને હેરસ્ટાઇલ પણ તેઓ કરે છે. ૧૯૧૧ ની સાલમાં જન્મલા આ વાણંદભાઇ દીકરો ૮૧ વર્ષનો છે. એન્થનીનો જન્મ ઇટાલીમાં થયેલો અને પછી આઠ વર્ષની ઉંમરે તેઓ અમેરિકા સ્થળાંતરિત થયેલા. ત્યારથી તેમણે વાળંદનું કામ કરવાનું શરૂ કરેલું

(11:58 am IST)