Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ખરેખર વ્યકિતને ગાયબ કરી દે એવું ટેબલકલોથ હોય ખરૃં ?

બીજીંગ, તા. ૧૧ :. છેલ્લા કેટલાક વખતથી ચીનના સોશ્યલ મીડિયા વેઈબો પર વ્યકિતને અદ્રશ્ય કરી નાખે એવા ટેબલકલોથનો વિડીયો વાઈરલ થયો છે. લગભગ ૨.૧૪ કરોડ લોકોએ આ વિડીયો જોયો છે. એમાં એક માણસ પ્લાસ્ટિકનું ટેબલકલોથ લઈને બગીચામાં ઉભો છે. ધીમે-ધીમે એ પ્લાસ્ટિકનું કવર ઉપર ઉઠાવે છે. એમ કરવાથી માણસ ગાયબ થતો જાય છે, પરંતુ એની આજુબાજુનું દ્રશ્ય એવું જ દેખાય છે. જેમ 'મિસ્ટર ઈન્ડીયા' ફિલ્મમાં અનિલ કપુર ગાયબ થઈ જવાનું કરતબ ધરાવતો હતો એમ આ ટેબલકલોથ પણ માણસને 'મિસ્ટર ઈન્ડિયા' બનાવી દે છે. એવો દાવો આ વિડીયો બનાવનારાઓએ કર્યો હતો. ચીનના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી હેડ ચેન શિકુએ આ વિડીયો જોઈને આશ્ચર્ય વ્યકત કર્યુ હતું અને લખ્યુ હતુ કે આવી ટેકનોલોજી મિલિટરીમાં બહુ કામની છે. બસ એ પછી તો આ વિડીયો જાણે સાચો હોય એમ વાયુવેગે વાઈરલ થઈ ગયો. આ વિડીયો બનાવનારા ઝુ ઝેન્ગસોન્ગ નામના ભાઈએ આખરે ચોખવટ કરવી પડી કે હકીકતમાં આવું કોઈ ટેબલકલોથ હોતું નથી જે માણસને અદ્રશ્ય  કરી દઈ શકે. એના ઓરિજિનલ વિડીયોમાં ચેડા કરીને કોઈક આ ઈફેકટ ઉભી કરી છે.

 

(12:42 pm IST)