Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસમાં થયો ઉછાળો:ચોંગકિંગમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. અહીંના ચોગકિંગમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારથી, ચીન ફરીથી ઝીરો કોવિડ નીતિ પર આવી ગયું છે. માહિતી અનુસાર, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ચાંગકિંગના લોકોને તેમની હિલચાલ ઓછી કરવા માટે કહેવામાં આવ્યું છે. ચોગકિંગના આરોગ્ય અધિકારી લી પાને જણાવ્યું કે, અહીંના રહેવાસીઓને પોતપોતાની જગ્યાએ રહેવા માટે કહેવામાં આવ્યું છે, તેમને બહાર જવાની મંજૂરી નથી. સાથે જ જે લોકો બહાર છે તેમને પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી અહીં ન આવે.

તમને જણાવી દઈએ કે, ચોગકિંગમાં બુધવારે કોરોનાના 123 નવા કેસ સામે આવ્યા હતા. તેમના સંપર્કમાં 633 લોકો હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાતા અહીંના આરોગ્ય અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. અગાઉ મંગળવાર સુધીમાં 1109 કેસની પુષ્ટિ થઈ હતી. અધિકારીઓનું કહેવું છે કે, વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી કોરોના નિવારણ પગલાં લાગુ કરવામાં આવ્યા છે. નવા ચેપને શોધવા માટે સામૂહિક પરીક્ષણ કરવામાં આવશે. તે જ સમયે, જે 11 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે, ત્યાંના લોકોને અન્ય કોઈ જિલ્લામાં જવાની મંજૂરી આપવામાં આવી નથી. અહેવાલો અનુસાર, ગુરુવારે યોજાયેલી બેઠકમાં, ચીનની ટોચની સંસ્થા પોલિટબ્યુરોની સ્થાયી સમિતિએ શૂન્ય કોવિડ નીતિનું સમર્થન કર્યું છે. જોકે, શી જિનપિંગની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં દેશના અર્થતંત્ર પર કોવિડ-19ની અસર ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

(6:41 pm IST)