Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોરોના સામે લડવા ચીન વેક્સિનનું પ્રથમ તબક્કાનું પરીક્ષણ નવેમ્બરમાં શરૂ કરશે

નવી દિલ્હી: કોરોના વાયરસ સામે ચીનની એકમાત્ર નેઝલ સ્પ્રે વેક્સીનના પ્રથમ તબક્કાનું પરીક્ષણ નવેમ્બરમાં શરુ થઈ શકે છે. આ પરીક્ષણ માટે 100 લોકોને સામેલ કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ, વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ ચુકેલ કોરોના વાયરસ નામની મહામારી સામે લડવા માટે ભારત, ચીન, અમેરિકા, રશિયા સહિતના દેશો તેની અસરકારક વેક્સીન બનાવવામાં લાગ્યા છે. ત્યારે ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ, ચીન હવે તેની પ્રથમ નેઝલ સ્પ્રે વેક્સીન પર કામ કરી રહ્યું છે અને ટૂંક સમમયાં જ તે આ વેક્સીનને પરીક્ષણ શરુ કરશે.

આ અંગે યુનિવર્સિટી ઓફ હોંગકોંગના એક પ્રોફેસરે જણાવ્યું કે, નેઝલ સ્પ્રેના માધ્યમથી વેક્સીન આપવાથી ઇન્ફ્લુએન્જા અને નોવેલ કોરોના વાયરસ બંનેથી સુરક્ષા મળી શકે છે. મહત્વનું છે કે, કોરોના સામેની જંગમાં હાલ ચીનની ત્રણ વેક્સીન રેસમાં છે. જે ત્રણેય ત્રીજા ચરણના ટ્રાયલમાં પહોંચી ચુકી છે.

(6:24 pm IST)