Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી: દૂધ થયું 140 રૂપિયા પ્રતિ લીટર

નવી દિલ્હી: મોંઘવારીની જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના લોકોની હાલત ખુબજ કફોડી બની ગઈ છે, નાનામાં નાની રોજબરોજની વસ્તુઓ ખુબજ અહીંયા મોંઘી થતી જાય છે   અને મહોરમના અવસર પરતો વસ્તુના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છેદેશના સૌથી મોટા શહેર કરાંચીમાં અને સિંધ પ્રાંતમાં દૂધની કિંમત એકસો ચાલીસ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ છે.

      મળતી માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે મહોરમના અવસર પર  દૂધની માંગ વધતા નાગરિકો પર કહેર વર્તાઈ રહ્યો છે અને  વેપારીઓ પોતાની મનમાનીતી કિંમતની વસૂલી  કરી રહ્યા છે ત્યારે દૂધનો ભાવ 140 રૂપિયા પ્રતિ લીટર અચાનક વધી જતા લોકોની હાલત કફોડી બની ગઈ છે.

(6:34 pm IST)