Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વિશ્વમાં ક્લાયમેન્ટ ચેન્જ હવે એક વાસ્તવિક જોખમ બની રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: વિશ્વમાં કલાયમેટ ચેન્જ હવે એક વાસ્તવિક અને જોખમ બની રહ્યું છે. વર્ષે દહાડે ૫૭ કરોડ ટન જેટલો ઝેરી ગેસ વાતાવરણને પ્રદુષિત કરી રહ્યો છે. વધી રહેલી આ ઝેરી ગેસની માત્રમાં વાહનો, ઉદ્યોગોનો સૌથી મોટો હિસ્સો છે. પણ વૈજ્ઞાનિકો એવું પણ માનતા થયા છે કે પશુઓ અને ઉકરડાના કારણે પણ ઝેરી ગેસનું જોખમ વધી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સરકરે તો પશુઓના ઓડકાર સામે વર્ષ ૨૦૨૫થી ટેક્સ વસુલવાની જાહેરાત કરી છે! જર્નલ સાયન્સ એડવાન્સીસમાં એક અહેવાલ પ્રકાશિત થયો છે. સેટેલાઈટમાં ફીટ કરવામાં આવેલા એક ખાસ કેમેરાથી ઉકરડાથી થતા મિથેન ગેસ ઉત્પાદનનો તેમાં અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ આર્જેન્ટીના, ભારત અને પાકિસ્તાનના કેટલાક શહેરોના ઉકરડાના આધારે વર્ષ ૨૦૨૦ના ડેટા એકત્ર કરી તૈયાર કરવામાં આવ્યો છે. આ સંશોધન અનુસાર મુંબઈના કાંજુરમાર્ગ વિસ્તારમાં આવેલા એક ઉકરડામાં દૈનિક ૯.૮ ટન એટલે કે વર્ષે ૮૫,૦૦૦ ટન મિથેન ગેસનું ઉત્પાદન થાય છે. આર્જેન્ટીનાની રાજધાની બ્યુનોઝ એરીઝનો ઉકરડો વર્ષે ૨,૫૦,૦૦૦ ટન મિથેનનું ઉત્પાદન કરે છે. આ અભ્યાસમાં દિલ્હી અને કરાંચીને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ અભ્યાસ અનુસાર અત્યારે વિશ્વના કુલ ઝેરી ગેસ પ્રદુષણમાં ઉકરડાના કારણે થતું નુકસાન ૧૧ ટકા હિસ્સો ધરાવે છે અને વર્ષ ૨૦૫૦માં જે રીતે વર્તમાન દરે વસતી વધી રહી છે તે અનુસાર ૭૦ ટકા હિસ્સો ઉકરડાથી જ થશે એવું વર્લ્ડ બેંકનું એક સંશોધન જણાવે છે.

 

(6:31 pm IST)