Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

યમનમાં ભારે વરસાદના કારણોસર બે મહિલાઓના મૃત્યુ

નવી દિલ્હી:યમનના સનામાં ભારે વરસાદના કારણોસર આવેલ પુરથી એક મકાન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ જતા દુર્ઘટનામાં બે મહિલાઓના મૃત્યુ નિપજ્યા છે.

         સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઘટના સોમવારના રોજ દેશની રાજધાની સનામાં બની હતી પૂર આવવાના કારણોસર સ્નાના  માનખાહ જિલ્લામાં એક મકાન ધરાશાયી થયું હતું જેમાં એક પરિવારના પાંચ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હતી તેમજ બે મહિલાઓના મૃત્યુ નિપજ્યા છે.

(6:32 pm IST)