Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અમેરિકામાં માત્ર બે અઠવાડિયામાં 97 હજાર બાળકો કોરોનાની ઝપેટમાં આવી જતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: દેશમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે અનેક રાજયો ફરીથી શાળા ખોલવાની તૈયારી કરી રહયા છે. પરંતુ અમેરીકાથી આવી રહેલો એક અહેવાલ ચિંતાજનક છે. અમેરીકન સ્કૂલ ઓફ પિડીયાટ્રિકસનાં રિસર્ચમાં માલુમ પડયુ છે કે છેલ્લા મહિનામાં ત્યા 3.38 લાખ બાળકો કોરનાની ચપેટમાં આવી ચુકયા છે. જેમાંથી 97 હજાર બાળકો માત્ર બે સપ્તાહમાં સંક્રમિત થયા છે.

               અભ્યાસકર્તાઓએ સરકારને સુચન આપ્યુ છે કે, આવી પરિસ્થિતિમાં શાળાઓ ખોલવી જોખમી છે. તો કોરનાને પગલે બાળકોના માતા-પિતાએ પણ મુશ્કેલી વેઠવી પડશે. જોર્જિયામાં શાળા ખુલ્યાનાં એક સપ્તાહમાં જ 250 કરતાં વધારે વિધાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત હોવાનું માલુમ પડયુ. અમેરીકન સ્કુલ ઓફ પીડિયાટ્રિકસનાં અહેવાલ પછી સરકાર શાળા ખોલવાને લઇને ફરીથી વિચાર કરી રહી છે.

(6:29 pm IST)