Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

બે આઇએસઆઇએસ પાકિસ્તાની યુવતીની નાગરિકતા છીનવતુ બ્રિટન

હત્યા કેસમાં સામેલ આ બંને બહેનો ર૦૧૩માં સિરીયા ગઇ હતી

લંડન,તા.૧૧: બ્રિટને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(આઈએસ) સાથે સંબંધ ધરાવતી બે પાકિસ્તાની આઈએસઆઈએસ યુવતીની નાગરિકતા છીનવી લીધી છે. આ બંને મહિલા તેમના બાળકો સાથે સિરિયાના ડિટેંશન સેન્ટરમાં છે. તેથી હવે તેમના બાળકોના ભવિષ્ય અંગે અનેક સવાલો  ઉભા  થયા છે. આ બંને બહેનો ૨૦૧૩માં સિરીયા ગઈ હતી. જેમાં એકનુ નામ રીમા ઈકબાલ અને તેની બહેન જારા હોવાનું  બહાર આવ્યુ છે. જેમાં  જારાને  આઠ  વર્ષના પાંચ પુત્ર  છે. આ બંને બહેનોના લગ્ન એવા આતંકીઓ સાથે થયા હતા કે જેમનો પશ્વિમી બંધકોની હત્યા સાથે સંબધ છે.

આ અંગે મીડિયા અહેવાલમાં જણાવવામા આવી રહ્યુ છે કે રીમા અને જારા મૂળ પાકિસ્તાની છે. જોકે આ બંને પાસે બેવડી નાગરિકતા છે કે નહિ તે જાણવા મળ્યુ નથી.

બ્રિટનના ગૃહ મંત્રાલયના પ્રવકતાએ  જણાવ્યુ કે તે વ્યકિગત બાબતો પર  કોઈ  પ્રતિક્રિયા આપતા નથી. પણ કોઈપણ વ્યકિતને નાગરિકતાથી વંચિત કરવાનો  નિર્ણય  પુરતા  પુરાવાના આધારે જ  લેવામા આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ માહિતી  એક અન્ય આઈએસ પરિણીતા શમીમા બેગમના નવજાત શિશુનુ સિરીયામાં ન્યુમોનિયાના કારણે મોત થયા બાદ બહાર આવી હતી. જેમં તે જેહાદી સાથે  લગ્ન કરવા ૨૦૧૫માં ભાગીને સિરીયા ગઈ હતી. બાંગ્લાદેશી મૂળના આ બ્રિટીશ  યુવતીએ  ગત ફ્રેબુઆરીમાં સિરીયાઈ  શરણાર્થીની શિબીરમાં તેના પુત્રને  જન્મ આપ્યો હતો. જેના કારણે શમીમાને પણ તેની નાગરિકતા ગુમાવવી પડી હતી અને હવે મૂળ પાકિસ્તાની બે બહેનોની નાગરિકતા પણ બ્રિટને પરત ખેંચી લીધી છે.

આ દરમિયાન આઈએસના આતંકી સાથે લગ્ન  કરનારી બેગમ અંગે પત્રકારોને  જાણકારી મળી હતી જેમાં એવી વિગતો જાણવા મળી હતી કે આતંકવાદીઓ અને અમેરિકી સેના વચ્ચેની લડાઈ બાદ શમીમા આતંકીના કેમ્પમાં ગઈ હતી. અને ત્યાં તેના અન્ય બે બાળકના મોત  થતા તેણે તેના એક પુત્ર સાથે બ્રિટન પરત ફરવા માટે જણાવ્યુ  હતુ.  પણ આ દરમિયાન તેની નાગરિકતા રદ કરી દેવામા આવી હતી. આ રીતે તેની નાગરિકતા રદ કરી દેવામા આવતા તે પણ બ્રિટન પરત ફરી શકી ન હતી.

(3:31 pm IST)