Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

દુબઇના રણમાં હવે ગ્લેમ્પિંગનો નવો ટ્રેન્ડ શરૂ થયો

બહુમાળી ઇમારતોના જંગલ સમા દુબઇની ભાગોળથી ૧૦૦ કિલોમીટરનું અંતર કાપો એટલે જબરદસ્ત શાંતિનો અનુભવ કરાવે એવું રણ શરૂ થઇ જાય. તેલનો ખજાનો ખૂટતો જાય છે ત્યારે યુનાઇટેડ આરબ એમિરેટ્સે દેશના આર્થિક તંત્રને ટેકો આપવા માટે ટૂરિઝમ પર વધુ ફોકસ કર્યું છે. એવામાં ગ્લેમરસ કેમ્પિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે જે હવે ગ્લેમ્પિંગ તરીકે પ્રચલિત થયો છે. દુબઇથી જસ્ટ ૧૦૦ કિલોમીટર દૂર ફાઇવસ્ટાર ગ્લેમ્પિંગ સાઇટ ડેવલપ થઇ છે. ડેઝર્ટ કેમ્પિંગની ટ્રેડિશનને જાળવી રાખીને અને છતાં ફાઇવસ્ટાર સુવિધાઓ આપે એવી સાઇટ પર કેરેવેન્સ છે જેમાં તમે લકઝુરિયસ સ્ટાઇલમાં રહી શકો છો અને જેવા કેરેવેનની બહાર આવો એટલે રણપ્રદેશમાં કેમ્પિંગની મજા માણી શકો છો. દુબઇ શહેરમાં લકઝુરિયસ મેગા મોલ્સ, લકઝુરિયસ હોટેલ્સ અને નયનરમ્ય બીચ ટૂરિસ્ટોને ખેંચી લાવે છે. જોકે હવે લકઝુરિયસ કેમ્પિંગ માટે પણ દુબઇ તૈયાર થઇ રહ્યું છે. (૭.૬)

 

(11:32 am IST)