Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

અમેરિકાના મિનેસોટામાં દવાખાનામાં ફાયરિંગ થતા એક શખ્સનું મોત:ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: એર આરોગ્ય કેન્દ્રની સારવારથી નારાજ થયેલા 67 વર્ષના વૃધૃધે મંગળવારે દવાખાનામાં ફાયરિંગ કરતા એક વ્યક્તિનું મોત થયું હતુ જ્યારે અન્ય ચાર જણા ઘાયલ થયા હતા. ઉપરાંત જ્યાં તે રોકાયો હતો તે મોટેલમાં તેમજ અન્ય જગ્યાએ એણે મૂકેલા એક શંકાસ્પદ ડિવાઇસની પોલીસે શોધ શરૂ કરી હતી. ઘાયલ થયેલા તમામને દવાખાને ખસેડાયા હતા અને હોસ્પિટલના સત્તાવાળાઓએ એકના મોત અને ચારના ઘાયલ થવાની વાતને સમર્થન આપ્યું હતું. ત્રણ ઘાયલોની તબીયત ગંભીર હતી જ્યારે ચોથાને સારવાર પછી રજા આપી દેવામાં આવી હતી.ઘટના મિનેસોટાથી આશરે 64 કિમી દૂર ઉત્તરપશ્ચિમે આવેલા 15000 જણાની વસ્તી ધરાવતા બફેલોમાં એક દવાખાનામાં મંગળવારે ઘટી હતી.

પોલીસે જો કે કહ્યું હતું કે ઉલરિચ નામના આરોપીએ કોઇ ખાસ ડોકટરને જ મારવાની યોજના બનાવી હતી કે કેમ તે અત્યારે કહેવું મુશ્કેલ છે.કોર્ટ રેકોર્ડ અનુસાર,દવાખાનાના એક ડોકટર જેવું જ નામ ધરાવતા કોઇ શખ્સ સાથે એનો સંપર્ક થઇ શક્યો ન હતો.વધુ પીડિતોની શોધ માટે સત્તાવાળાઓએ દવાખાનાની શોધ કરતાં તેમને એક શંકાસ્પદ પદાર્થ મળ્યો હતો.

(5:44 pm IST)