Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

સીરિયાઈ હુમલામાં પાંચ તુર્કી સૈનિકોના મૃત્યુ: અન્ય પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:તુર્કીના રક્ષા મંત્રાલયે સોમવારના રોજ આપેલ માહિતી મજબ જાણવામાં આવી રહ્યું છે કે સીરિયાના ઈદલીબમાં સીરિયાઈ તોપથી  કરવામાં આવેલ હુમલામાં પાંચ તુર્કી સૈનિકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય પાંચને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

            રક્ષા મંત્રાલયે લેખિતમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રવિવારના રોજ સીરિયાઈ  તોપથી કરવામાં આવેલ હુમલામાં પાંચ સૈનિકો શહીદ થયા છે તેમજ અન્ય પાંચને ઇજા પહોંચી છે.સીમાની સુરક્ષા માટે ઘટનાસ્થળ પર વધારે સૈનિકોને મોકલવામાં આવ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:18 pm IST)