Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

બંગાળની ખાડીમાં નાવડી ડૂબી જતા રોહીંગ્યા સમુદાયના 15 લોકોના મૃત્યુ: અન્ય 40ની શોધખોળ શરૂ

નવી દિલ્હી:બાંગલાદેશના તટવર્તી વિસ્તાર કોક્સ બજારમાં રોહીંગ્યા સમુદાયના લોકોને લઈને મલેશિયા તરફ જવા માટે રવાના થયેલ એક નાવડી બંગાળની ખાડીમાં ડૂબી જતા  ઓછામાં ઓછા 15 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 40 હજુ સુધી લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે.

             ઘટના સોમવારના રોજ સમયે બની હતી જયારે નાવડી બંગાળની ખાડીથી ચેરાદ્વીપમાં સેંટ માર્ટિન દ્વીપ નજીક ડૂબી ગઈ હતી. ઘટનામાં રોહીંગ્યા સમુદાયના 62 લોકોને બચાવી લેવામાં આવ્યા  હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:17 pm IST)