Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

અફઘાનિસ્તાન: સૈન્ય વિશ્વવિદ્યાલયની બહાર આત્મઘાતી વિસ્ફોટમાં હુમલાખોર સહીત 6 લોકોના મૃત્યુ

નવી દિલ્હી:અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક સૈન્ય વિશ્વવિદ્યાલયની બહાર આજ રોજ કરવામાં આવેલ એક આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં  એક હુમલાખોર સહીત 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 12ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

             ગૃહ મંત્રાલયના પ્રવક્તા નસરત રાહીમે ટ્વીટ  કરીને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક આત્મઘાતી હુમલાખોરે ચાર  રસ્તા પર સ્થાનિક સમયાનુસાર સવારના લગભગ સાત વાગ્યાની આસપાસ પોતાની જાતને ઉડાવીને વિસ્ફોટ કર્યો હતો જેમાં બે નાગરિકો સહીત ત્રણ સૈન્ય કર્મીઓના મૃત્યુ નિપજ્યા છે. પાંચ નાગરિકો સહીત 12 અન્યને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:16 pm IST)