Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

આ દેશે આપ્યો 60 હાથીઓની હત્યા કરવાનો આદેશ:1 હાથીની કિંમત છે 31 લાખ

નવી દિલ્હી: આફ્રિકાનો એક દેશ હાથીઓ પર કંટ્રોલ કરવા માટે તેમને મારવાની યોજના બનાવી રહ્યું છે માટે તે ગેરકાયદે હાથીની નીલામી કરવાનું આયોજન પણ કરી રહ્યું છે આવું કરનાર આફ્રિકી દેશ બોત્સવા છે. દેશે પોતાને ત્યાં 60 હાથીઓને મારવાનો આદેશ આપી દીધો છે એટલું નહીં પરંતુ દરેક હાથી પર કિંમત પણ લગાવવામાં આવી છે અને  તે કિંમત હાથીને મારનાર સંસ્થા કે પછી એજન્સી લઇ જશે દુનિયામાં સૌથી વધારે હાથીની સંખ્યા દેશમાં છે અને હાલના સમયમાં ત્યાં 1.30 લાખ હાથીઓ છે.

           બોત્સવાની સરકારે 60 હાથીઓને મારવા માટે 6 લાયસંસ આપ્યા છે અને તેમાં લખ્યું છે કે  દરેક હાથીની કિંમત 31 લાખ રૂપિયા છે એટલે કે હાથીને મારવાના બદલામાં એટલા રૂપિયા જમા કરાવવામાં રહેશે હાથીઓને મારવાથી સરકારને 18.60 કરોડ રૂપિયાનો ફાયદો થશે તેવું જાણવામાં આવી  રહ્યું છે.

(6:13 pm IST)