Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

બ્રિટીશ એરવેઝ રેકોર્ડ સમયમાં કર્યું ન્યુયોર્ક લંડન વચ્ચેનું ઉડ્ડયનઃ વાવાઝોડાએ ૩૦૦ કિ.મી.ની વધારાની ઝડપ આપી

લંડન,તા.૧૧: આપણે અવારનવાર સાંભળીને છીએ કે ખરાબ હવામાનના કારણે હવાઇ,ટ્રેન અને રોડ પરિવહન સેવાઓ કલાકો મોડી થાય છે. અથવા રદ થઇ જાય છેે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે સિયારા વાવાઝોડાની મદદથી બ્રિટીશ એરવેઝની ફલાઇટે ન્યુયોર્કથી લંડન સુધીની સફળ ફકત ૪ કલાક ૫૬ મિનીટમાં પુરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓનલાઇન ફલાઇટ ટ્રેકર રડાર અનુસાર બોઇંગ ૭૪૭એ શનિવારે ન્યુયોર્કના જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડ્ડયન શરૂ કર્યું અને લંડનના હીથરો એરપોર્ટ પહોંચવામાં તેણે ૫ કલાકથી પણ ઓછો સમય લીધો હતો. આ ફલાઇટે ૮૨૫ માઇલ પ્રથિ કલાક એટલે કે ૧૨૯૦ કિમી પ્રતિકલાકની ઝડપે ઉડ્ડયન કર્યું. જણાવાઇ રહ્યું છે કે તોફાન આ ફલાઇટને ૩૦૦ કિમી પ્રતિકલાકની ઝડપે આગળ ધકેલી રહ્યું હતું.

આના કારણે બોઇંગે લગભગ ૭૭ મિનિટનો સમય બચાવ્યો હતો. સામાન્ય રીતે આ વિમાન આ પ્રવાસમાં ૬ કલાક અને ૧૩ મીનીટ લગાડે છેે આ પહેલા નોર્વે અને બ્રિટીશ વિમાનોના નામે ૫ કલાક ૧૬મીનીટ આ પ્રવાસ પુરો કરવાનો રેકોર્ડ હતો.

આનાથી ઉલ્ટુ, અમેરિકા તરફથી જતી ફલાઇટોને પહોંચવામાં બેથી અઢી કલાકનો સમય વધારે છેે. હવામાન વિભાગ અનુસાર, આ તોફાનના કારણે શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ઝડપી પવનો હજુ પણ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

(3:46 pm IST)