Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

આખરે આ ભાઇ ૭૮ દિવસે ૮૨ ફુટ ઊંચા પોલ પરથી ઉતર્યા

ડરબન તા. ૧૧ : ઊંચા પોલ પર એક બેરલમાં રહીને પોતાનો જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ તોડવાની કોશિશ કરનાર સાઉથ આફ્રિકાનો રહેવાસી વર્નન ક્રુગર ૭૮ દિવસ પછી જમીન પર ઊતર્યો છે. આ અગાઉ ૧૯૯૭માં ક્રુગરે પોલની ટોચ પરના બેરલમાં ૬૭ દિવસ ગાળીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ વખતે તેણે વધુ ૧૧ દિવસ પોલની ટોચ પરના બેરલમાં વિતાવીને પોતાનો જ રેકોર્ડ બનાવવાનું ધારેલું જે તેણે પૂરું કર્યું હતું. ક્રુગરનું કહેવું છે કે બીજું કોઈ પોતાનો આ રેકોર્ડ તોડી ન શકે એ માટે તેણે વધુ ૧૧ દિવસ પોલની અંદરના ડ્રમમાં બેસીને વિતાવ્યા હતા. વર્નન ડલસ્ટ્રુમમાં ૮૨ ફુટ ઊંચા પોલની ટોચ પરના ૧૩૨ ગેલનના એક બેરલમાં ૭૮ દિવસ, ૨૩ કલાક અને ૧૪ મિનિટ ગાળ્યા બાદ પોલ પરથી નીચે ઊતર્યો હતો. તેને હેલિકોપ્ટરથી એરલિફટ કરીને બેરલમાં મૂકવામાં આવ્યો હતો.

(12:56 pm IST)