Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોરોના વાયરસ સાથે મુકાબલો કરવા અમેરિકા સહીત બ્રિટેનની સરકારના વૈજ્ઞાનિકોએ નવો ન્યુ નોર્મલ પ્લાન કર્યો તૈયાર

નવી દિલ્હી: કોરોના વાઈરસ સાથે મુકાબલો કરવા માટે અમેરિકા અને બ્રિટનની સરકારોના વિજ્ઞાનીઓએ નવો ન્યુ નોર્મલ પ્લાન તૈયાર કર્યો છે. વાઈરસથી પ્રભાવિત બંને દેશોના વિજ્ઞાનીઓનું માનવું છે કે હવે લગભગ બે વર્ષ બાદ વાઈરસના સફાયાનો વિચાર ખતમ કરવો પડશે. તેની જગ્યાએ વાઈરસ સાથે મુકાબલો કરવા માટે શ્રેષ્ઠ રણનીતિ ઘડવી પડશે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન માટે તેમના સલાહકાર રહેલા ત્રણ વિજ્ઞાનીઓએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. બીજી બાજુ બ્રિટનના વડાપ્રધાન જોનસન માટે નાણામંત્રી ઋષિ સુનક અને શિક્ષણમંત્રી નદીમ જાહાવીએ રિપોર્ટ તૈયાર કર્યો છે. બંને દેશોમાં તૈયાર કરાયેલા રિપોર્ટમાં લૉકડાઉનની આશંકાઓને ફગાવાઈ હતી અને વેક્સિન અને ટેસ્ટિંગ પર ભાર મુકાયો હતો. સાથે જ બ્રિટન અને અમેરિકામાં સ્કૂલ-કોલેજો હાલ બંધ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. સ્વાસ્થ્યના આધારભૂત માળખાને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકાયો છે. બ્રિટનમાં 5 લાખ કરોડ વધારાના જારી કરાયા છે. બંને દેશોમાં ઓમિક્રોનને કારણે શરૂઆતના તબક્કામાં આવેલા વધારે કેસોમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. અમેરિકામાં જ્યાં સપ્તાહ પહેલાં લગભગ 7 લાખ કેસ મળી રહ્યા હતા ત્યાં રવિવારે ફક્ત 3 લાખ જ કેસ આવ્યા હતા. બ્રિટનમાં પણ જ્યાં 4 જાન્યુઆરીએ એક દિવસમાં રેકોર્ડ 2.18 લાખ કેસ આવ્યા હતા જે હવે ઘટી રહ્યા છે.

(6:42 pm IST)