Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ઠંડીના દિવસોમાં આલ્પ્સ પર્વત પર ઈગ્લુ મ્યુજિક ફેસ્ટિવલનો પ્રારંભ -14 ડિગ્રીમાં કરવામાં આવ્યો

નવી દિલ્હી: આલ્પ્સ મધ્ય યુરોપમાં આવેલ સૌથી મોટી પર્વતમાળા છે . પર્વતોની શ્રેણી લગભગ ૧૨૦૦ કિલોમીટર લાંબી અને આઠ યુરોપિયન દેશોમાં થઈને નીકળે છે, જેમાં ઈટલી પણ સામેલ છે. ઠંડીના દિવસોમાં આલ્પ્સ પર્વત પર તાપમાન માઈનસ 25 ડિગ્રી સુધી પહોંચી જાય છે. ઈટલીમાં આટલી ઠંડીમાં સ્થાનિકોનું રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે, પણ મ્યુઝિક બેન્ડ માટે સીઝન પર્ફોર્મન્સ આપવા માટે બેસ્ટ છે. દર વર્ષની જેમ વર્ષે પણ 2600 મીટર ઊંચાઈ પર માઈનસ 14 ડિગ્રીમાં ઇગ્લૂ એટલે કે બરફના ઘરમાં આઈસ મ્યુઝિક ફેસ્ટિવલ શરુ થઈ ગયો છે. અહીં મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ પણ બરફમાંથી બનાવેલા છે. આશરે 300 લોકો એકસાથે બેસી જાય તેટલી જગ્યા છે. મ્યુઝિક બેન્ડના આર્ટિસ્ટ પોતાની જરૂરિયાત પ્રમાણે બરફમાંથી વાયોલિન, ગિટાર, ડ્રમ સેટ, ઝાયલોફોન અને ડબલ બેસનો સેટ બનાવે છેબરફમાંથી એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આશરે 5થી 6 દિવસ અને મોટા વાંજિંત્રો બનાવવામાં મહિનાઓ લાગી જાય છે. બરફના મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ સામાન્ય ઈન્સ્ટ્રુમેન્ટ કરતાં ઘણા ભારે હોય છે, આથી તેઓ ફેસ્ટિવલ પૂરો થઈ જાય તે પછી ઇગ્લૂની દીવાલમાં સમાવી દે છે.

(5:53 pm IST)