Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

દહીંની ચોરી કરનારને પકડવા માટે તાઇવાન પોલીસે ખર્ચાળ પદ્ધતિ અપનાવી

નવી દિલ્હી:તાઈવાન પોલીસે દહીંની ચોરી કરનારને પકડવા માટે ઘણા પ્રયત્નો કર્યા. એક મહિલા સ્ટૂડન્ટે ફ્રીઝમાંથી દહીં ચોરી થવાની ફરિયાદ પોલીસમાં કરી હતી. આ ફરિયાદ પછી પોલીસે દહીં ચોરને પકડવા માટે ફિંગરપ્રિન્ટથી લઈને DNAની તપાસ પણ કરાવવી પડી. જોકે પોલીસની આ પ્રકારની કાર્યપદ્ધતિ કેટલાક લોકોને પસંદ ન પડી અને લોકોએ તપાસની આ ખર્ચાળ પદ્ધતિ મત પોલીસની નિંદા પણ કરી હતી.

સ્ટૂડન્ટ્સ હોમમાં રહેતી એક મહિલાની ફરિયાદ સાથે જ તપાસનો આ આખો મામલો શરૂ થયો હતો. મહિલાનો આરોપ હતો કે કોઈએ તેના ફ્રીઝમાંથી દહીં ચોરીને ખાઈ લીધું છે પરંતુ જ્યારે તેણે તેની સાથે રહેતા 5 સ્ટૂડન્ટ્સને આ વિષયમાં પૂછ્યું તો તેમણે આ વાતથી ઇનકાર કરી દીધો હતો. દહીં ચોરી થવાની ઘટનાથી નારાજ મહિલાએ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો.

(5:13 pm IST)