Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

બ્રાઝિલની બેન્કમાં લુટારુઓએ બંધક બનાવેલાએ ભાગવાનો પ્રયાસ કરતા એક જ પરિવારના પાંચ સહીત છ લોકોને મોતને ઘાટ ઉતાર્યા

પોલીસે અથડામણમાં છ લુટારુઓને ઠાર માર્યા

બ્રાઝિલના મિલાગ્રેસ શહેરની બેન્કમાં લૂંટ કરવા આવેલા લુટારુઓએ એક બાળક સહિત છ લોકોને બંધક બનાવી લીધા હતા. જ્યારે બંધકોએ નાસવાનો પ્રયાસ કર્યો તો તેમને મારી નાખ્યા હતા. તેના બાદ પોલીસે અથડામણમાં છ લુટારુઓને ઠાર માર્યા હતા. સિટી મેયરે જણાવ્યું કે મૃતકોમાં પાંચ એક જ પરિવારના હતા. 3ને અટકાયતમાં લેવાયા છે.

(2:11 pm IST)
  • હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન શનિવાર કરતાં 2 ડિગ્રી જેટલું ગગડીને 14.1 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધતાં રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યનાં 10 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અફઘાનિસ્તાનનાં પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરોથી 10થી 11મી ડિસેમ્બર દરમિયાન રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાની શક્યતા છે. access_time 1:58 pm IST

  • ઉત્તરપ્રદેશના મંત્રી બોલ્યા ,ગંગા સફાઈના નામે અબજોનું કૌભાંડ ;ઓમપ્રકાશ રાજભરે એમ પણ કહ્યું કે 'ગંગાપુત્ર પ્રોફેસર જી,ડી,અગ્રવાલને આપણે ખોઈ ચુક્યા છીએ ;સંત ગોપાલદાસ અગ્રવાલ માટે તેમનો પક્ષ આવાજ ઉઠાવશે access_time 1:06 am IST

  • પૂર્વ કેન્દ્રીયમંત્રી યશવંતસિંહાએ કહ્યું કે કેન્દ્ર સરકારે દેશની વિભિન્ન સંસ્થાનોને નષ્ટ કર્યા :ભાજપના પૂર્વ નેતાએ આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય મંત્રીમંડળ સહીત દેશની વિભિન્ન સંસ્થાનોને નષ્ટ કરી નાખી છે access_time 1:08 am IST