Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

તનાવને દૂર કરે છે આ સરળ ઉપાય

આજના સમયમાં બહુ ઓછા લોકો એવા હશે જે તનાવગ્રસ્ત નહિં હોય. તનાવના કારણે લોકોએ શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી સ્ટ્રેસને દૂર કરવો જરૂરી છે. તો જાણો તનાવ દૂર કરવાના સરળ ઉપાય.

. એક રિસર્ચ અનુસાર, સંગીત તમારા ટેન્શનને દૂર કરવાનુ કામ કરે છે. જયારે તમે ગીત સાંભળો છો તો તેના કારણે  તનાવ દૂર થવાની સાથે બ્લડ પ્રેશર ઓછુ અને હાર્ટ રેટ નોર્મલ થઇ જાય છે.

. શાંતિ મેળવવા માટે થોડી વાર આંખો બંધ કરી સૂઇ જવું. તેનાથી બધી નકારાત્મકતા  તમારા મગજમાંથી નીકળી જાય છે અને તમારી નર્વસ સિસ્ટમ શાંત થઇ થશે. તેનાથી તમારૂ ટેન્શન મિનીટોમાં દૂર થઇ જશે.

. તનાવ દૂર કરવા માટેનો એક સરળ અને અસરકારક ઉપાય ધ્યાન (મેડીટેશન) પણ છે. તેથી જયારે પણ ટેન્શન હોય ૫ મિનીટ માટેે આંખો બંધ કરી ધ્યાન કરવું.

. દીલ ખોલીને હસવાથી તમારૂ ટેન્શન દૂર થાય છે અને તે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારૂ છે. જયારે તમે દીલ ખોલીને હસો છો, તો તમારા મગજમાં એન્ડોર્મોફીન કેમીકલ રિલીઝ થાય છે અને સાથે તમારો થાક અને ટેન્શન પણ દૂર થાય છે. 

 

(9:54 am IST)