Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

તુર્કીએ પૂર્વમાં ઓપરેશન કિરણ-પ શરૃ કર્યું

અંકારાઃ તુર્કીના ગૃહમંત્રાલયે શુક્રવારે ઘોષણા કરી હતી કે, તુર્કીએ ર૬રપ કર્મીઓ અને ૧૭૯ એકમોની સાથે દેશના પૂર્વ ભાગમાં ઓપરેશન કિરણ-પ શરૃ કરી દીધું છે. નિવેદનમાં જણાવવામા આવ્યું છે કે  પ્રદેશમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે દેશના ગ્રામ્ય ક્ષેત્રો દિયારબાકીર, બિંગોલ અને મુસ માં આ અભિયાનને શરૃ કરવામાં આવ્યું છે.  ગત ચાર મહિનાઓથી ઉત્તરીય ઇરાકમાંથી ૪૦૦ થી વધુ પીકેકે આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે તુર્કીના અધિકારીઓ દ્વારા ન્યુટ્રીલાઇઝ શબ્દનો ઉપયોગ આતંકીઓના આત્મસમર્પણ અથવા તો તેમને ઠાર મારવામા આવ્યા હોવાનું દર્શાવવા માટે કરવામાં આવે છે.

(2:24 pm IST)