Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

બકરીઓ માનવીના હાવભાવ સમજીને આપે છે પ્રતિક્રિયા

લંડન તા ૧૦ : કહેવાય છે કે માનવીના મિત્રોમાં ગણના પામતા શ્વાન અને ઘોડાઓ તેમની લાગણીઓ સમજી શકવા સમર્થ હોય છે. જોકે આમાં હવે બકરીનું નામ પણ ઉમેરાયું છે. એક અભ્યાસમાં જાણવા મળ્યુંં છે કે બકરીઓ પણ માનવીની લાગણીની ભાષાને સમજી શકતી હોય છે અને ખુશ રહેનારા લોકોને એન્ટરટઇેન કરવાનું પસંદ કરતી હોય છેે. લંડનની કવીન મેરી યુનિવર્સિટીમાં આ વિશે સંશોધન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં સામેલ કરવામાં આવેલી ૨૦  બકરીઓની સામે ખુશાલી અને ગુસ્સાનો હાવભાવ ધરાવતા ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. બકરીઓએ ખુશાલી દર્શાવતા ફોટો પસંદ કર્યા હતા. સંશોધન કરનારી ટીમના ધ્યાન પર આવ્યું કે ખુશ જણાતા ચહેરાના ફોટોને બકરીઓને ધ્યાનથી જોયા, એમની નજીક ગઇ અને એમની નજીક મોઢું લઇ જવાની કોશિશ કરી. ઓથર ડોકટર નોવર્યે જણાવ્યું કે 'બકરીઓ મનુષ્યના હાવભાવ સમજી શકે છે એ તો જાણતા હતા, પરંતુ તેઓ અલગ -અલગ  લાગણી દર્શાવતા હાવભાવ (જેમ કે ખુશી, ગુસ્સો) પર કેવી પ્રતિક્રિયાઓ આપે છે એ જાણતા નહોતા આ સંશોધન પરથી જાણવા મળ્યુંં હતું કે તેઓ હાવભાવ ઓળખવા ઉપરાંત આનંદી લોકો સાથે ઈન્ટરેકટ કરવાનું પસંદ કરે છે.

(4:31 pm IST)