Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સેલફોન ખરીદવા માટે છ અઠવાડિયાંનું બાળક માએ ૪૦,૦૦૦ રૂપિયામાં વેચી દીધું

લંડન તા.૧૦: નાઇજીરીયામાં એક મહિલાએ થોડાક પૈસા માટે થઇને પોતાના જ નવજાત બાળકને વેચી નાખ્યું. ૨૩ વર્ષની મિરેકલ જોન્સન નામની મહિલાઓ છ વીકના બાળકને ૪૦,૦૦૦ રૂપિયામાં વેચી નાખ્યું.જયારે પોલીસે આ બાબતે તેની પુછતાછ કરી તો તેણે ગુનો કબુલી લીધો. તેને ઓલરેડી બે સંતાનો હતાં અને ઘરની સ્થિતિ ખરાબ હોવાથી મિરેકલને તેના દોસ્ત જોયે પૈસા કમાવાના રસ્તા તરીકે બાળકને વેચી નાખવાનો આઇડિયા આપ્યો હતો અને એ માટે બધી મદદ પણ કરેલી. જો કે મહિલાનો પતિ આ નિર્ણયની  વિરૂદ્ધમાં હોવાથી તેણે પોલીસમાં ફરિયાદ કરતાં આ ભાંડો ફુટયો હતો.

(3:54 pm IST)