Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મોટી ઉંમરે હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાવવુ જોખમી

હૃદય રોગ એક ખૂબ જ ઘાતક સમસ્યા છે. આ સમસ્યા કયારેક એટલી વધી જાય છે કે તેના ઈલાજ માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની નોબત આવી જાય છે. જેમકે બધી ઉંમરમાં ખાણી-પીણીની રીત બદલી જાય છે. એવી જ રીતે ઉંમરના ધોરણે ઈલાજની રીત પણ બદલી છે.

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે હાર્ટમેટ-૩ થેરેપીને એક શ્રેષ્ઠ માધ્યમ ગણવામાં આવે છે. હજુ સુધીના તેના પ્રયોગથી ૨૬ હજાર દર્દીઓનો ઈલાજ કરાવવામાં આવ્યો છે. પરંતુ, તેના સફળ પરીણામથી માત્ર ૧૪ હજાર લોકો જ પોતાનું જીવન યોગ્ય રીતે જીવી રહ્યા છે.

જે દર્દીઓની ઉંમર ૬૫થી વધુ છે, તો તેના ઈલાજ માટે હાર્ટમેટ-૩ ડેસ્ટિનેશન થેરેપી યોગ્ય રહે છે. આ ઉપરાંત જે લોકોનું પલ્મોનેરી પ્રેશર વધેલુ હોય છે, તે લોકોનો આ માધ્યમથી ઈલાજ સંભવ હોતો નથી. ત્યારે તેના માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવતી નથી.

એલવીએડીની બ્રાન્ડમાં સૌથી સામાન્ય 'હાર્ટમેટ' છે, જેને એમેરીકાની કંપની સેંટ જૂડ્સ મેડીકલે બનાવી છે અને ગયા વર્ષે એબોટ હેલ્થકેરે (ખરીદી) છે. હાર્ટમેટના વર્ઝન છેલ્લા બે વર્ષથી ઉપલબ્ધ છે. આ ઉપરાંત 'હાર્ટમેટ-૨'નો વધારે બ્રિઝ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સુધી અસ્થાયી રીતે લગાવવામાં આવતુ હતું અને લાંબા સમય સુધી ચાલતુ હતું. જેને હૃદયરોગ નિષ્ણાંત ડીટી (ડેસ્ટિનેશન થેરેપી)નું નામ આપે છે.

(9:31 am IST)