Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ભાઇએ ભૂલથી ૧૬.૨૯ લાખ રૂપિયા કચરાપેટીમાં નાખી દીધા, જોકે બે દિવસ પછી કચરાવાળાએ પાછા આપ્યા

ન્યુયોર્ક,તા.૧૦:અમેરિકાના આર્રેગોન રાજયના અર્શલેન્ડમાં રહેતા એક ભાઇએ ઘરની સફાઇ કરતાં- કરતાં એક ભાઇએ જૂનું શુઝનું ર્બાકસ પણ કચરાપેટીમાં ફેંકી દીધું. અમેરિકામાં સામાન્ય રીતે બે-ત્રણ દિવસે કચરાની ગાડી કચરો લેવા આવે . જોકે આ ભાઇએ કચરા ગાડી ડબ્બો ઉપાડી લઇ એ પછી યાદ આવ્યું કે એ શુઝના બોકસમાં તેણે બચત કરીને રાખેલા ર્ડાલર હતા.તેને યાદ આવ્યું કે પૂરા ૨૩,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૧૬.૨૯ લાખ રૂપિયા હતા. ગુરૂવારે ભાઇને યાદ આવ્યું ત્યારે કચરો ર્કલિફોનિયાના મુખ્ય રિસાઇકિંલગ સેન્ટરમાં પહોંચી ચૂકયો હતો.જોકે કચરાનું વગીકરણ થઇ રહ્યું હતું ત્યારે વર્કરના હાથમાં આખું શૂ-બોકસ આવ્યુૅ હતું જોકે આ ભાઇએ પહેલેથી જ પોતાની આ ભુલ બાબતે કચરો ઉપાડતી કંપનીને આ બાબતની જાણ કરી હોવાથી જ વર્કર કંપની અધિકારીઓને આ શૂ બોકસ આપ્યું. એમાં માત્ર ૩૨૦ ર્ડાલર ઓછા હતા, બાકી બધા જ રૂપિયા એમ જ ગડીવાળા જેમ પડયા હતા એમ જ મળી આવ્યા હતા. કચરાની કપંની પણ નવાઇ લાગે છે. કે કચરાના ટ્રાન્સપોર્ટ વખતે ટ્રકોમાં કચરાની એટલી ઉથલપાથલ થાય છે કે બોકસ એમ જ અકબંધ રહી શકયું એ જ બહુ મોટી વાત કહેવાય. આખરે ભાઇએ પોતે જ ફેકેલા રૂપિયા ઘરથી ૩૫૦ કિલોમીટર દૂર આવેલી રિસાઇકિલંગ ર્ફસિલિટીમાંથી મળી ગયા.

(3:17 pm IST)