Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

પાકિસ્તાનમાં વર્ષ 2023સુધીમાં દર 4 માંથી એક બાળક અભણ રહેશે: યુનેસ્કો

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટ મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુનિયાના સતત વિકાસ લક્ષ્યની 2030 સુધીની સમય મર્યાદા સુધી પાકિસ્તાનમાં દર ચારમાંથી એક બાળક પ્રાથમિક શિક્ષા પૂર્ણ નહીં કરી શકે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી  રહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર શિક્ષા,વિજ્ઞાન તેમજ સાંસ્કૃતિક સંગઠન રિપોર્ટ મુજબ શિક્ષા માટે 12 વર્ષનો લક્ષ્ય અધૂરો જ રહી જશે દર ચારમાંથી એક બાળક પોતાનું શિક્ષણ પૂર્ણ નહીં કરી શકે.

(6:10 pm IST)