Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

૧રર રનર્સે એકબીજા સાથે બંધાઇને મેરથોન દોડવાનો બનાવ્યો રેકોર્ડ

વેલ્સના ટેન્બી શહેરમાં કેન્સર રિસર્ચ વેલ્સ સંસ્થા માટે ચેરિટી ભંડોળ એકત્ર કરવા માટે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. આ વિક્રમ માટે સેંકડો રનર્સ એકબીજા સાથે ચેઇનથી બંધાઇ ગયા હતા અને પછી એક સાથે તેમણે દોડ પૂરી કરી હતી. લગભગ ૧રર દોડવીરોએ આ ચેઇન સાથે બંધાઇને પૂરી મેરથોન દોડી હતી. બધાને એક સાથે દોડવાનું હોવાથી તેમને છ કલાક ૪૭ મિનિટ જેટલો સમય લાગ્યો હતો. આ પહેલાં ચેઇન બાંધીને મેરથોન દોડવાનો રેકોર્ડ ૧૧ર રનર્સે ર૦૧૭માં બનાવ્યો હતો જે તાજેતરમાં તૂટયો હતો.

(3:08 pm IST)