Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ઘરે બેસવું કે ઓફિસે બેસવું: હૃદય માટે શું હેલ્ધી?

નવી દિલ્હી તા. ૧૦: નવા સંશોધનના આધારે માલૂમ પડયું છે કે હૃદયની તંદુરસ્તીની રીતે જોતાં તમામ પ્રકારનાં બેઠાડુ કાર્યો એકસમાન નથી હોતાં ડેસ્ક પર બેસીને ઓફિસ વર્ક કરવા કરતાં પલંગ પર બેસવાથી અને ટીવી જોવાથી હૃદય પરનું જોખમ વધી શકે છે. આપણે એ તો જાણતા જ હતા કે બેઠાડુ જીવનશૈલી કે જેમાં વ્યકિત રોજ લાંબા સમય સુધી બેઠી રહેતી હોય અને તેના શરીરને થોડી જ કસરત મળતી હોય એ સામાન્ય રીતે આરોગ્ય માટે એમાંયે ખાસ કરીને હૃદય માટે સારૃં નથી. જોકે ન્યુયોર્કસ્થિત કોમ્બિયા યુનિવર્સિટીની વેજિલોેસ કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સજર્યનના સંશોધકોએ હાથ ધરેલા સંશોધનમાં માલુમ પડયું છે કે વ્યાવસાયિક બેઠાડુપણા (કામના સ્થળે બેસવું) અને આરામના સમયે બેસવું (ઘરે બેસવું, ટીવી જોવું) વચ્ચે ફરક છે. આ અભ્યાસનાં તારણો જણાવે છે કે વ્યકિત કાર્યસ્થળે બેસીને સમય પસાર કરે એની તુલનામાં ઘરે પલંગ પર બેસીને, ટીવી જોઇને સમય પસાર કરે છે ત્યારે હૃદય સંબંધિત સમસ્યાઓ સર્જાવાની શકયતા વધી જાય છે. અભ્યાસના લેખક કિથ ડાયેઝના જણાવ્યા અનુસાર 'અમારાં તારણો દર્શાવે છે કે હૃદયના સ્વાસ્થ્યની બાબતમાં તમે કાર્યસ્થળની બહાર તમારો સમય કેવી રીતે પસાર કરો છો એ બાબત નિર્ણાયક બની રહે છે.'

ડાયેઝના મતે આ સમસ્યાનો ઉપાય એ હોઇ શકે કે 'તમે એવી નોકરી કરતા હો કે જેમાં તમારે લાંબા સમયગાળા સુધી બેસી રહેવું પડતું હોય તો ઘરે તમે જે સમય પસાર કરતા હો એ સમયમાં શ્રમ પડે એવી કસરત કરવાથી હૃદયની બીમારી અને મોતનું જોખમ ઘટી શકે છે.'

(3:07 pm IST)