Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગ્વાટેમાલાની આ પ્રાચીન સંસ્કૃતિની છે આ રહસ્યમય વાત

નવી દિલ્હી: ગ્વાટેમાલાની પ્રાચીન માયા પ્રજાની નગરી તિકલમાં પ્રવાસીઓ પ્રવેશે એટલે તેમને ચારે બાજુ ઊંચા ચૂનાના પથ્થરોના બનેલા પિરામિડ જોવા મળે. આ વિશાળકાય પથ્થરો ઉપાડવા માટે પશુઓ નહોતાં, લોખંડનાં સાધનો પણ નહોતાં અને પૈંડાં પણ નહોતાં તે જમાનામાં આ પિરામિડ બન્યા હતા. ચારથી છ મહિના વરસાદ ના હોય ત્યારે પણ પાણી મળે રહે તેવી આ અનોખી વ્યવસ્થાને કારણે અંદાજે 40,000થી 2,40,000 સુધીની વસતિને પાણી મળી રહેતું હતુંમાયા સંસ્કૃતિનું આ કદાચ સૌથી પ્રભાવશાળી નગરરાજ્ય હતું. માયા સામ્રાજ્ય યુકેટાન પેનિન્સુલાથી શરૂ કરીને મેક્સિકો, ગ્વાટેમાલા, બેલીઝે અને છેક હોન્ડુરાસ અને અલ સાલ્વાડોરના અમુક પ્રદેશો સુધી ફેલાયેલું હતું. એકથી દોઢ કરોડની વસતિ ધરાવતી માયા સંસ્કૃતિના કેન્દ્રસ્થાને આ નગર હતું, જે તેનું આર્થિક અને સાંસ્કૃત્તિક કેન્દ્ર પણ હતું. નગરમાં અનેક વિશાળ મહેલો અને મંદિરો બનેલા હતા, જેમાં સવારના ઊગતા સૂર્યનું કિરણ સીધું પડે અને દિવસભર સૂર્યપ્રકાશ રહે તે રીતે રચના થયેલી હતી. આ અવશેષો દર્શાવે છે કે માયા પ્રજા સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રમાં કેટલી પ્રવીણ બની હતી. જોકે આ ભવ્ય ઇમારતો સૌથી અગત્યના એવા જળની વ્યવસ્થા વિના ક્યારેય સંભવ ના બની હોત.

 

(5:28 pm IST)