Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રશિયાના બોમ્બમારામાં 8 વર્ષીય બાળકે બંકરમાં છુપાઈને લખી આ ડાયરી

નવી દિલ્હી: યુક્રેની વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ 8 વર્ષીય બાળક યેહોરના હાથેથી લખેલી એક નોટ શેર કરી છે. આ ડાયરી બાળકે મારીયોપોલમાં 'રશિયન બોમ્બ ધડાકાથી છુપાઈને' લખી હતી. કુલેબાએ નોંધનું ટ્રાન્સલેટ કરીને લખ્યું છે કે, "24 ફેબ્રુઆરીથી મારા 2 કૂતરા અને મારી દાદી અને મારા પ્રિય મારિયોપોલને મારી નાખવામાં આવ્યા છે." બાળકના દાદાનું પણ મોત નીપજ્યું છે." યેહોર નામના આ બાળકે તેની ડાયરીમાં લખ્યું છે કે, "24 ફેબ્રુઆરીથી મારા બે કૂતરા મૃત્યુ પામ્યા છે અને મારી દાદી હલ્યા અને મારી વહાલી મેરિયાપોલની હત્યા કરવામાં આવી છે. લેટર સાથે બાળકે ચિત્ર પણ બનાવ્યું છે. કુલેબાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, બાળકે તેના દાદાને પણ ગુમાવ્યા છે. તેની બહેન અને માતા ઘાયલ થઇ ગયા હતા. મંત્રીએ કહ્યું, "યુક્રેન ક્યારેય હારશે નહીં કે થાકશે નહીં." સોશિયલ મીડિયા યુઝર્સ બાળકના લખાણથી ખૂબ પ્રભાવિત થયા છે. એક યુઝર લખ્યું હતું કે, પુખ્ત વ્યક્તિ માટે સહન કરવું મુશ્કેલ છે. તે ખૂબ જ પીડાદાયક છે.

 

(5:26 pm IST)