Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અફઘાનિસ્તાનની મેટરનિટી હોસ્પિટલમાં કોઈ પણ પગાર વગર મહિલા ડોક્ટર સહીત નર્સ ફરજ પર હાજર રહે છે

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે તાજેતરમાં જ દરેક મહિલાઓ માટે બુરખો અનિવાર્ય કરવાનું ફરમાન જારી કર્યું છે. સરકારી નોકરીઓમાં માત્ર સીમિત સંખ્યામાં મહિલાઓ કાર્યરત છે. જ્યારે ખાનગી કંપનીમાં તો ભાગ્યે જ કોઇ મહિલા કામ કરી રહી છે. બીજી તરફ મેટરનિટી હોસ્પિટલોમાં કામ કરતી મહિલા ડોક્ટરો તેમજ નર્સોને તાલિબાન સરકાર તરફથી કોઇ પગાર આપવામાં આવતો નથી તેમ છતાં મહિલા ડોક્ટરો અને નર્સો પોતાની ફરજ ચૂકી નથી. અનેક મહિનાઓ સુધી પગાર વગર કામ કરતી રહી. 31 વર્ષીય ડોક્ટર ફૈઝલી જણાવે છે કે ગત ઓગસ્ટ મહિના બાદથી સ્થિતિ બગડી છે. દેશમાં અશાંતિને કારણે તેઓ ઘરેથી નીકળતા પણ ડર લાગી રહ્યો હોવા છતાં હોસ્પિટલમાં ડિલિવરી કરાવવા તેઓ માટે ફરજ પર હાજર રહેવું અનિવાર્ય હતું. કાબુલની સૌથી મોટી મેટરનિટી હોસ્પિટલ જ્યાં તેઓ અને તેમની હોસ્પિટલનો મોટા ભાગનો સ્ટાફ રહે છે તે લગભગ 50 કિલોમીટરના અંતરે છે.

 

(5:25 pm IST)