Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

કોઇપણ સીઝનમાં લડવા નવા શષાોથી સજ્જ થઇ રહી છે ચીની સેના

બિજિંગ તા. ૧૦ : ચીન તેની સરહદોની સુરક્ષાને લઈને વધુ સતર્ક થઈ રહ્યું છે અને સેનાને આધુનિક ઉપકરણોથી વધુ સશક્‍ત બનાવી રહ્યું છે. જેથી કોઈ પણ સિઝનમાં સેનાને લડવા માટે તૈયાર રાખી શકાય. આ ઉપકરણોમાં ઉપગ્રહ સેવાની પણ મદદ લેવામાં આવશે. ચીનની સરકારી ન્‍યૂઝ એજન્‍સીના જણાવ્‍યા મુજબ ઉપગ્રહ સેવાની મદદ એવા વિસ્‍તારોમાં લેવામાં આવશે, જયાં સરહદો વિવાદીત છે અથવા સેનાનું પેટ્રોલિંગ કરવું મુશ્‍કેલ છે. ચીનની ન્‍યૂઝ એજન્‍સીના જણાવ્‍યા પ્રમાણે સરહદી વિસ્‍તારોમાં મોનિટરીંગ કરવા કેમેરા નેટવર્ક પણ વિકસિત કરવામાં આવશે અને તેનો વ્‍યાપ પણ વધારવામાં આવશે. જેથી એવા સ્‍થળો ઉપર પણ ધ્‍યાન રાખી શકાય જે દુર્ગમ વિસ્‍તારોમાં આવેલા છે.

જોકે રિપોર્ટમાં એ નથી જણાવવામાં આવ્‍યું કે, આ સુવિધા ચીનની બધી જ સરહદો ઉપર લાગુ કરવામાં આવશે કે મર્યાદીત રાખવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ભારત અને ચીન વચ્‍ચે લગભગ ૩ હજાર ૪૮૮ કિમીની વાસ્‍તવિક નિયંત્રણ રેખામાં અરૂણાચલ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. જેને ચીન તિબેટનો દક્ષિણ ભાગ ગણાવી પોતાનો દાવો કરતું રહ્યું છે.

ચીનની લાંબી સરહદો ઉપર અલગ-અલગ ભૌગોલિક વાતાવરણને ધ્‍યાનમાં રાખીને ચીનની સેનાએ એવા ઉપકરણો વિકસિત કર્યા છે, જેનો ઉપયોગ જળ, વાયુ અને જમીન ઉપર સરળતાથી કરી શકાય.

(10:57 am IST)