Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

નાઇજીરિયામાં માર્ગ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી:નાઈજિરીયાના ઓસુન પ્રાંતમાં એક બસ ઊંડી ખાડીમાં પડી જવાના કારણોસર 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય નવ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. પોલીસ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના એ સમયે બની હતી જયારે બસે નિયંત્રણ ખોઈ લિધું હતું અને તે ખાડીમાં જઈને પડી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે.

(5:35 pm IST)