Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

યુવાનોને લાગી રહી છે બીમારી, તેમના ફોનના મેસેજ જોયા વીના નથી રહી શકતા !

. ભારતમાં ૬૦ ટકાથી વધુ 'મિલેનિયલ' Millennials  એટલે કે ૨૧મી સદીની શરૂઆતમાં જન્મેલા યુવકોને એક નવી પ્રકારની બીમારી લાગુ પડી રહિ છે. આયુવા પોતાના વાંચ્યા વગરના ઈમેઈલ Emailsને ઈનબોકસમાં પડેલા જુએ છે તો તેઓ ચિંતિંત થઈ જાય છે. આ ખુલાસો એક સર્વેમાં સામે આવ્યો છે. ભારતમાં ૬૦૦થી વધુ મિલેનિયલોની સાથે તેના વર્ક ઈમેઈલ બિહેવિયર પેટર્નને સમજવા માટે સર્વે કરવામાં આવ્યો હતો.

. આજકાલ દુનિયાભરના તમામ મિલેનિયલ પોતાના ઈનબોકસને હર કિંમત પર ખાલી રાખવા પર જોર આપે છે. તેને 'ઈનબોકસ ઝીરો' Inbox zero કહેવામાં આવે છે.  સર્વેમાં ખબર પડી કે, પાંચથી બે મિલેનિયલ તે સમયે અસહજ થઈ જાય છે, જ્યારે તેઓ બીજા કામમાં વ્યસ્ત થવા પર ત્રણ-ચાર કલાક સુધી ઈમેઈલ કે તેમના મેસેજ જોઈ શકતા નથી.

. સાવરે જાગવા પર સૌથી પહેલા તેઓ ફોન એપનો ઉપયોગ કરે છે. તેના જવાબમાં ૫૯ ટકાએ વોટ્સએપનું ઉદાહરણ આપ્યું. તો ૨૯ ટકા લોકોએ સોશિયલ મીડીયા એપ જેમકે, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ઉલ્લેખ કયો અને માત્ર ૯ ટકાએ ઈમેઈલ જોવે છે.

.  સર્વેમાં એવું જોવા મળ્યું કે, ઈમેઈલ કેવી રીતે કર્મચારી ઉત્પાદકતાને પ્રભાવિત કરે છે, તેના પરર કેટલીક રસપ્રદ માહિતીઓ આપવામાં આવી છે. ૬૩ ટકા મિલેનિયલએ માન્યું કે, તેમના લાંબા ઈમેઈલએ તેમના કાર્યસ્થળની પ્રોટકિટવિટી માં બાધા પેદા કરી છે અને તેઓએ નાના ક ેટુ-ધ પોઈટ મેલ પસંદ આવે છે.

.   સર્વેના મુતાબીક આ આદત સમય સાથે આજકાલના યુવાનો માટે હાનીકારક સાબીત થઈ શકે છે. અને સમય જાતા આ આદત તમનેજ પરેશાન કરી શકે છે.

(9:42 am IST)