Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

પડખાભેર સુવાનું રાખશો તો ઓલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ જેવા રોગોનો પ્રોગેસ ધીમો પડી શકે

ન્યુયોર્ક, તા., ૧૦: મગજમાં ન્યુરોડીજનરેટીવ પ્રક્રિયાઓ થવાનાં કારણો અનેક છે. પરંતુ એ પ્રક્રિયા ધીમી પડે એ માટે શું કરી શકાય એ બાબતે અનેક સંશોધનો થયા છે. અમેરીકાના નિષ્ણાંતોની વાત માનીએ તો આપણે પડખાભેર સુવાની આદત પાડી લેવી જોઇએ. જો તમને પેટ અથવા પીઠ ઉપર ઉંધા કે સીધા સુવાની આદત હોય તો એ જોખમી છે. એના બદલે ડાબે કે જમણે પડખે સુવાથી ઓલ્ઝાઇમર્સ, પાર્કિન્સન્સ અને એના જેવા ન્યુરોડીજનરેટીવ રોગોથી રક્ષ મળી શકે છે. અમેરીકાના અભ્યાસીઓનું કહેવું છે કે પડખે સુવાથી મગજમાં રાસાયણીક હાનીકારક દ્રવ્યો જમા થવાને બદલે નીકળી જાય છે. ન્યુર્યોક સ્થિત યુનિવર્સિટી ઓફ રોચેસ્ટરના સંશોધકોના મતે માનવગમજ જાગૃત અવસ્થામાં હોય ત્યારે કાર્ય કરતી વખતે કેટલાક અપદ્રવ્યો મગજમાં જમા થતા રહે છે. ઉંઘ દરમ્યાન આ અપદ્રવ્યોનો આપમેળે નિકાલ થવાની પ્રક્રિયા આકાર લે છે. એ માટે ગાઢ નિંદ્રા અને સુવાની પોઝીશન બન્ને મહત્વનો ભાગ ભજવે છે. ઉંઘમાં પડતી ખલેલને કારણે ઓલ્ઝાઇમર્સ જેવો યાદશકિત નબળી પાડતો રોગ થવાનું જોખમ વધી થાય છે. લેટેસ્ટ અભ્યાસમાં આ સંબંધીત વિશેષ બાબતનું અવલોકન થયું છે. ઉંઘતી વખતે શરીરની પરિસ્થિતિ કેવી છે એ પણ ન્યુરોડીજનરેટીવ રોગો પેદા કરવામાં મહત્વપુર્ણ ભાગ ભજવે છે.

(2:08 pm IST)