Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

દક્ષિણ સુડાનમાં પશુપાલકો પર હુમલો: 42ના મોત

નવી દિલ્હી: દક્ષિણ સુડાનના બેહ પ્રાંતમાં દોચાણ  અને કોલાબેહ વિસ્તારમાં સશસ્ત્ર હુમલાખોરોએ પશુપાલકો પર જીવલેણ હુમલો કરીને 42 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને અન્ય 78 લોકોને ગંભીર  રીતે આ ઘટનામાં  ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.સ્થાનિક અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જનજાતીય વિવાદમાં થયેલ આ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા થયેલ હુમલામાં 42 લોકો મોતને ભેટ્યા છે અને 78 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(6:22 pm IST)