Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

ચહેરો ઓળખીને તમારી સાથે ચાલવા માંડશે રોબોટિક સૂટકેસ

ન્યુયોર્ક તા.૧૦ : બહારગામ કે પ્રવાસે જવાનુ થાય ત્યારે બેગમાં ભરેલા કપડા કે સામાન લેવો પડે. બેગને ઉંચકવી અને આમથી આમ ખસેડવી એ કંટાળાજનક લાગે પણ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સના કારણે હવે બેગ ઉંચકવી ન પડે એવુ શકય બનશે. લાસ વેગસમાં યોજાયેલા કન્ઝયુમર ઇલેકટ્રોનીકસ શોમાં આવી બેગ રજુ થઇ છે. રોબોટિક ટેકનોલોજી આધારિત આ સુટકેસ એના માલિકના ચહેરાને ઓળખીને તેની સાથે ચાલે છે. આ સુટકેસમાં ચાર પૈડા અને ૧૭૦ ડીગ્રી વાઇડ એન્ગલ કેમેરા લગાવવામાં આવેલા છે. આ સુટકેસ આઇડેન્ટીફીકેશન અને ટ્રેકીંગ એલ્ગરિધમનો ઉપયોગ કરીને તમારી સાથે ચાલે છે.

આ સુટકેસ સાથે એક બ્રેસલેટ પણ છે, જે એમાં થનારી ગરબડ કે એના ઓફ-ટ્રેક થવા સંબંધી સુચના પણ આપે છે. આમા એક બેટરી છે જેનો ઉપયોગ મોબાઇલ-ચાર્જીંગ માટે કરી શકાય છે. આનાથી લાભ એ થશે કે જો તમે તમારી સુટકેસ કયાંક ભુલી જશો તો પણ તમારી સુટકેસ તમને નહી ભુલે. એને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા તમારે એને ઉંચકવી નહી પડે કે ન કોઇ બટન દબાવવુ પડશે. તમારો ચહેરો અને મુવમેન્ટ ઓળખીને બેગ તમારી પાછળ-પાછળ ચાલવા લાગશે.

(3:49 pm IST)