Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

બારી ખુલ્લી રાખીને સ્પીડમાં કાર ચલાવવાથી કાન ડેમેજ થઇ શકે

ન્યુયોર્ક તા. ૯: કારનું છાપરૃં ખુલ્લું થઇ જતું હોય એવી કન્વર્ટેબલ કાર સ્ટાઇલ અને સ્ટેટસ માટે સારી હશે, પણ કાન માટે સારી નથી. એટલું જ નહીં, કાનમાં સીધો સૂસવાટાભર્યો પવન જાય એ રીતે કારની બારીઓ ખુલ્લી રાખીને સ્પીડમાં લાંબું ટ્રાવેલિંગ કરવાથી શ્રમવણશકિત પર અસર થઇ શકે છે. અમેરિકાની સેન્ટ લુઇસ યુનિવર્સિટીના નિષ્ણાતોના કહેવા મુજબ સામાન્ય ઝડપે ચાલતી ઓપન કારમાં પણ પવનનો અવાજ એટલો મોટો હોય છે કે એનાથી કાનના પડદાને નુકસાન થઇ શકે છે. આ ડેમેજ કાયમી હોય છે અને એને કોઇ રીતે રિવર્સ કરી શકાતું નથી.

(3:51 pm IST)