Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પગ વિનાના આ ભાઇ વીસ વર્ષથી હાથ વડે ચાલે છે

બીજીંગ તા.૯: ઉત્તર ચીનના શાકસી પ્રાંતના લિન્ફેન ગામાં રહેતો લિયુ ગે નામનો યુવક મક્કમ મનોબળના જોરે પોતાના શરીરની અક્ષમતાને શરમાવી રહ્યો છે. બાળપણમાં એક એકિસડન્ટનો ભોગ બનવાથી લિયુના બન્ને પગ કાપી નાખવા પડ્યા હતા. એ પછી તેણે પગ ઢસડીને ચાલવાનો વિકલ્પ ઠીક નહોતો લાગતો. વ્હીલચેરનો ઉપયોગ કરવાનું કે પેરન્ટ્સનો સહારો લેવાને બદલે તેણે પોતાના હાથને જ પગ બનાવી દીધા. શરૂઆતમાં તેને હાથ પર શરીરનું બેલેન્સ જાળવવામાં મુશ્કેલી પડી હતી, પણ નિયમિત પ્રેકિટસ કરીને તેમે એ ટેકિનક હસ્તગત કરી લીધી. તે હાથને પગ બનાવીને ૨૦૦ મીટર સુધી અટકયા વિના ચાલી શકે છે વચ્ચે-વચ્ચે આરામ લઇને તે લગાતાર પાંચ કિલોમીટર જેટલું ચાલી નાખે છે અને માતા-પિતાને ખેતીના કામમાં પણ તમામ મદદ કરે છે.

(3:23 pm IST)