Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પાંચ વર્ષનો આ ટબુરિયો કદી શીખ્‍યો ન હોવા છતાં બોલે છે માત્ર અંગ્રેજી

લંડન તા.૯: વિયેટનામના ડોન્‍ગ વેન ગામમાં જન્‍મેલો પાંચ વર્ષનો બિન નામનો પાંચ વર્ષનો છોકરો જ્‍યારથી બોલતાં શીખ્‍યો ત્‍યારથી અંગ્રેજી જ બોલે છે. તમને થશે કે એમાં વળઈ શું નવાઇ? બાળકને જે ભાષા શીખવોએ તે શીખી જાય. જોકે નવાઇ એ છે કે તેના પરિવારમાં કોઇને અંગ્રેજી નથી આવડતું. બિન બે વર્ષનો હતો ત્‍યારે સૌથી પહેલો જે શબ્‍દ બોલેલો એ અંગ્રેજીનો હતો. પરિવારજનોને એ સમજાતું નહોતુ કે દીકરો શું બોલે છે. દીકરો કેલેન્‍ડરની સામે આંગળી કરીને ૧૧ના આંકડાને ઇલેવન કહીને બોલાવતો હતો. તેની મા થી લિએનને ઇલેવન એટલે શું એ ખબર નહોતી એટલે તેણે જસ્‍ટ ઇગ્નોર કર્યું જો કે અંગ્રેજી જાણનાર બીજા ગામવાસીએ એ પકડી પાડયું કે બિન અંગ્રેજીમાં બોલે છે. અંગ્રેજી જાણનાર યુવકે તેને ૧ થી ૩૦ નંબરના આંકડા બતાવ્‍યા અને જે-તે નંબર બોલીને એ આંકડો કયાં છે એ બતાવવા કહ્યું તો છોકરાએ એ પર્ફેકટ કહી બતાવ્‍યું. આ છોકરાને અંગ્રેજી કોઇએ શીખવ્‍યું નથી છતાં તેને આવડે છે જયારે તેની મમ્‍મી તેની સાથે વિયેટનામીઝ ભાષામાં વાત કરે છે પણ તેને એ ભાષા સમજાતી નથી. પાંચ વર્ષનો દીકરો થયો હોવા છતાં તેની મમ્‍મી હાલમાં તેની સાથે ઇશારાઓથી જ વાત કરે છે કેમ કે બન્‍નેને એકબીજાની ભાષા નથી આવડતી. નસરીમાં જવાનું તેણે ચાલુ કર્યુ છે પણ સ્‍થાનિક નર્સરીમાં ટીચર ખોટું અંગ્રેજી બોલતા હોય એ આ છોકરો પકડી પાડે છે. તેની મમ્‍મી દીકરાને ફોરેન લેન્‍ગવેજ સેન્‍ટરમાં લઇ ગઇ તો ત્‍યાં એની પરીક્ષા લઇને કહેવામાં આવ્‍યું કે ઉંમરની દૃષ્‍ટિએ ઘણું જ એડવાનન્‍સ્‍ડ અંગ્રેજી આ છોકરો જાણે છે એટલે તેને મોટા શહેરની ઇંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલમાં મૂકવો જોઇએ.

 

(2:38 pm IST)