Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

યુવતીની સામે નાના ડોગીએ ધૂમ મચાવી: કર્યું બેહોશીનું જબરદસ્ત નાટક: 5 લાખ લોકોએ વીડિયોને જોયો

નવી દિલ્હી: હાલમાં થોડા દિવસ પહેલા લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે તૂટેલ પગનું નાટક કરનાર એક ડૉગીનો વિડીયો ખુબજ વાયરલ  થયો હતો પરંતુ હવે એક નાના શ્વાને હાલમાં ખુબજ ધૂમ મચાવી દીધી છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ  ડોગે એક યુવતીની સામે બેહોશ થવાનું નાટક કર્યું હતું અને તેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ  થઇ રહ્યા છે જેને હજારો લોકો અત્યારસુધીમાં જોઈ ચુક્યા છે.

       આ વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે જયારે એક યુવતી નેલ કટરથી ડોગીના નખ કાપે છે ત્યારે એ પહેલા જ આ નાનું એવું ડોગી બેહોશ થવાનું નાટક કરે છે અને તે યુવતીને ઈંગનોર કરે છે તેવું માલુમ પડી રહ્યું છે.

(6:26 pm IST)